શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-2019
પ્રાથમિક શિક્ષણએ પાયાનું પરિબળ છે, જે વ્યક્તિના વિકાસમાં અગત્યનો ભાગ
ભજવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ધોરણ 1 માં પ્રવેશ પામતા બાળકો તથા આંગણવાડીમાં
પ્રવેશ પામતાં ભૂલકાઓને આવકારવાનો શુભ પ્રસંગ ગ્રામ્ય વિસ્તારમાં તા.13-14 જૂન, 2019 અને શહેરી વિસ્તારમાં તારીખ.15
જૂન,
2019 ના રોજ યોજાશે. શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-2019 માં રાજ્ય કક્ષાથી
લઈને સ્થાનિક કક્ષા સુધીના માહાનુભાવો, પદાધિકારીઓ, અધિકારીઓએ, શિક્ષણ સાથે સંકળાયેલ તજજ્ઞશ્રીઓ વગેરે
પ્રત્યેક ગામ/શાળામાં જઈ બાળકોનો શાળા પ્રવેશ કરાવશે.