Breaking News

Praveshotsav 2019

શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-2019                              પ્રાથમિક શિક્ષણએ પાયાનું પરિબળ છે, જે વ્યક્તિના વિકાસમાં અગત્યનો ભાગ ભજવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ધોરણ 1 માં પ્રવેશ પામતા બાળકો તથા આંગણવાડીમાં પ્રવેશ પામતાં ભૂલકાઓને આવકારવાનો શુભ પ્રસંગ ગ્રામ્ય વિસ્તારમાં તા.13-14 જૂન, 2019 અને શહેરી વિસ્તારમાં તારીખ.15 જૂન, 2019 ના રોજ યોજાશે. શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-2019 માં રાજ્ય કક્ષાથી લઈને સ્થાનિક કક્ષા સુધીના માહાનુભાવો, પદાધિકારીઓ, અધિકારીઓએ, શિક્ષણ સાથે સંકળાયેલ તજજ્ઞશ્રીઓ વગેરે પ્રત્યેક ગામ/શાળામાં જઈ બાળકોનો શાળા પ્રવેશ કરાવશે. Republic Day Celebration

તાલુકા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી

                              ઓલપાડ તાલુકા કક્ષાના ૭૦મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી આ વર્ષે માસમા પ્રાથમિક શાળામાં ભવ્ય રીતે કરવામાં આવી. મુખ્ય મહેમાન તરીકે ઓલપાડ તાલુકા મામલતદારશ્રી આર.આર.ભાભોર સાહેબશ્રીનાં વરદહસ્તે ધ્વજવંદનનો રાષ્ટ્રીય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પ્રિન્સ સ્કૂલના કેડેટ્સ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપી મુખ્ય અતિથિને આવકારવામાં આવ્યા હતા. ઓલપાડ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી દ્વારા પોલીસ ટુકડીનું નેતૃત્વ કરી મામલતદારશ્રીના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું. ઉપસ્થિત સૌ કોઈએ ભારતની આન,બાન અને સાન સમા રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી.

મુખ્ય અતિથિનું આગમન

મહેમાનશ્રીનું સંબોધન


                           ધ્વજવંદન વિધિ બાદ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં માસમા પ્રાથમિક શાળા તથા કેન્દ્રમાં સમાવિષ્ટ શાળાના બાળકોએ વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. જે નિહાળી ઉપસ્થિત સૌ કોઈ મંત્રમુગ્ધ થઇ ગયા હતાં. નાના નાના ભૂલકાઓની સુંદર કૃતિઓ નિહાળી તેમને પુરસ્કાર વડે પ્રોત્સાહિત કર્યા હતાં. સ્વાગત ગીત, શૌર્ય ગીત, દેશભક્તિ ગીત, માર્ચીંગ સોંગ, નાટક,વકતૃત્વ વગેરે કૃતિઓ રજૂ થઇ હતી. વ્રુક્ષારોપણ કરી હરિયાળા ગામનો સંકલ્પ 
લેવામાં આવ્યો.

પોલીસ જવાનોનું નેતૃત્વ કરતાં પી.આઈ.  
સ્વાગત ગીત રજૂ કરતી માસમા પ્રા. શાળાની બાળાઓ

દેશભક્તિ ગીત રજૂ કરતા ઈશનપોર પ્રા. શાળાના બાળકો

પ્રેય ફોર ઈન્ડિયા, સોંસક પ્રા. શાળાનાં બાળકો


                           “દિકરીની સલામ દેશને નામ” કાર્યક્રમ અંતર્ગત છેલ્લા એક વર્ષમાં ગામમાં જન્મેલ દિકરી અને તેમના માતા-પિતાને ગામના એચ.એન.વી. યુવક મંડળના સૌજન્યથી સ્મૃતિ ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં.  ધોરણ 1 થી 8 માં પ્રથમ ક્રમાંક મેળવનાર તેજસ્વી તારલાઓને દાતાશ્રી હર્ષદભાઈ શર્મા દ્વારા મેડલ તથા રોકડ પુરસ્કાર વડે પ્રોત્સાહિત કર્યા હતા. જયેન્દ્રભાઈ દેસાઈ દ્વારા યોજાયેલ ગાંધી જીવન વિશેની સ્પર્ધાઓનાં વિજેતાઓને પણ ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા.

વક્તવ્ય રજૂ કરતી સરોલી પ્રા. શાળાની બાળા

આંગણવાડી કાર્યકરો દ્વારા પ્રસ્તુત નાટક
દિકરી અને તેની માતાનું સન્માન કરતાં તાલુકા પંચાયત પ્રમુખશ્રી તથા જિ.પંચાયત સદસ્યશ્રી

ઈન્સ્પાયર એવોર્ડ મેળવનાર વિદ્યાર્થીનીનું સન્માન કરતાં ઓલપાડ તાલુકા પંચાયતનાં ઉપપ્રમુખશ્રી

તેજસ્વી તારલાઓનું દાતાશ્રી દ્વારા અભિવાદન

મામલતદારશ્રી તથા તાલુકા વિકાસ અધિકારીશ્રી સાથે શાળા પરિવાર

વ્રુક્ષારોપણ કરતાં ઓલપાડ તાલુકા પંચાયતનાં પ્રમુખશ્રી

                            આંગણે પધારેલ સૌ અતિથિઓનું પુષ્ય વડે સ્વાગત કરવામાં આવ્યું હતું. શાળામાં આંખની તપાસનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. જેનો લાભ ગામજનોએ લીધો હતો. લોકતંત્રનાં આ ઉત્સવને દીપાવવા તાલુકાનું વહીવટી તંત્ર, માસમા ગ્રુપ ગામ પંચાયત, આંગણવાડી કાર્યકર્તાઓ, આશા વર્કર, કેન્દ્રની શાળાઓ, શાળા પરીવાર તથા શાળા વ્યવસ્થાપન સમિતિએ ખૂબ સુંદર સંકલન કરી કામગીરી કરી હતી.