-: બાળ સંસદની રચના :-
ભારત એ વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે. જેમાં લોકો દ્વારા ચૂંટાયેલા
પ્રતિનિધિઓ લોકો વતી શાસન કરે છે. ચૂંટણી એ લોકશાહીનું પર્વ છે. જેમાં મતદાતાઓ
પોતાના કીમતી મતાધિકારનો ઉપયોગ કરે છે. આજનું બાળક આવતીકાલનું ભવિષ્ય છે. બાળકમાં
શાળા કક્ષાએથી જ ઉત્તમ અને જવાબદાર નાગરીક તરીકેના ગુણો વિકસે તે અનિવાર્ય
છે. આથી જ ગુજરાત રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં
બાળકોને લોકશાહી પધ્ધતિ અને ચૂંટણી પ્રક્રિયાથી માહિતગાર કરવા માટે શાળામાં “બાળ
સંસદ”ની રચના કરવામાં આવે છે. રાજયના શિક્ષણ વિભાગ દ્વારા રાજયભરના શિક્ષકોને આ
અંગે તાલીમ આપી સજ્જ કરવામાં આવ્યા છે. શાળામાં બાળ સંસદની રચના કરી શાળાની વિવિધ
કામગીરીઓ બાળકોને સોપવામાં આવે છે. બાળ સંસદની મુખ્ય વિશેષતા એ છે કે એમાં બાળકોને
મતાધિકારની સાથે સાથે NOTA અને Right To Recall
જેવા અધિકારો પણ આપવામાં આવ્યા છે.
👇 બાળ સંસદની રચના માટે જરૂરી માહિતી/પત્રકો
ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો. 💥
![]() |
સાભાર : સંદેશ અખબાર, સુરત. |