Breaking News

Mission Vidhya


                                        ગુજરાત  રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આ વર્ષે રાજ્યની પ્રાથમિક શાળાના બાળકોમાં જોવા મળતી વાચન, લેખન અને ગણન સંબંધિત નબળાઈઓ દૂર કરવા માટે સઘન ઉપચારાત્મક કાર્ય અમલમાં મૂકેલ છે, જે “મિશન વિદ્યા” ના નામથી ઓળખાય છે. આ કાર્યક્રમ અંતર્ગત રાજ્યભરની પ્રાથમિક શાળાઓમાં ગત ગુણોત્સવ-8 ના પરિણામના આધારે 26 જુલાઇ 2018 થી 31 ઓગસ્ટ 2018 સુધી શિક્ષકો દ્વારા ઉપચારાત્મક કાર્ય યોજાશે. જેમાં લક્ષ્યજૂથ તરીકે ધોરણ 6 થી 8 ના બાળકોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

📚 મિશન વિદ્યા :-













Bal Sansad

-: બાળ સંસદની રચના :-



                                                          ભારત એ વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે. જેમાં લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ લોકો વતી શાસન કરે છે. ચૂંટણી એ લોકશાહીનું પર્વ છે. જેમાં મતદાતાઓ પોતાના કીમતી મતાધિકારનો ઉપયોગ કરે છે. આજનું બાળક આવતીકાલનું ભવિષ્ય છે. બાળકમાં શાળા કક્ષાએથી જ ઉત્તમ અને જવાબદાર નાગરીક તરીકેના ગુણો વિકસે તે અનિવાર્ય છે.  આથી જ ગુજરાત રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં બાળકોને લોકશાહી પધ્ધતિ અને ચૂંટણી પ્રક્રિયાથી માહિતગાર કરવા માટે શાળામાં “બાળ સંસદ”ની રચના કરવામાં આવે છે. રાજયના શિક્ષણ વિભાગ દ્વારા રાજયભરના શિક્ષકોને આ અંગે તાલીમ આપી સજ્જ કરવામાં આવ્યા છે. શાળામાં બાળ સંસદની રચના કરી શાળાની વિવિધ કામગીરીઓ બાળકોને સોપવામાં આવે છે. બાળ સંસદની મુખ્ય વિશેષતા એ છે કે એમાં બાળકોને મતાધિકારની સાથે સાથે NOTA અને Right To Recall જેવા અધિકારો પણ આપવામાં આવ્યા છે.  


👇 બાળ સંસદની રચના માટે જરૂરી માહિતી/પત્રકો ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો. 💥






Courtesy : Sandesh News Paper
સાભાર : સંદેશ અખબાર, સુરત. 




અમે અમારો મત આપી દીધો છે 




મતદાન મથકની કામગીરીમાં શાળા પરિવાર


મત આપ્યાની નિશાની 


મારો મત હવે મતપેટીમાં 


ઉમેદવારોની ઉપસ્થિતિમાં મતગણતરી 


વિજયી  મુદ્રા : શાળાનું સંચાલન હવે અમારા હાથમાં 





World Yoga Day

-: વિશ્વ યોગ દિવસ :-