બાળ ફિલ્મ મહોત્સવ-2015 માં માસમા પ્રાથમિક શાળાની સિદ્ધિ
રાજ્યના શિક્ષણ વિભાગ અને ગુજરાત શૈક્ષણિક ટેકનોલોજી ભવન, અમદાવાદ દ્વારા બાળકો-શિક્ષકોની ફિલ્મ નિર્માણની પ્રક્રિયાને પ્રોત્સાહન આપવા માટે રાજ્યમાં ત્રણ ઝોનમાં બાળ ફિલ્મ મહોત્સવ-2015 નું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત દક્ષિણ ઝોન કક્ષાના ફિલ્મ મહોત્સવનું આયોજન તારીખ 16 માર્ચ થી 18 માર્ચ ના દિવસોમાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વઘઈ, ડાંગ ખાતે કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ મહોત્સવમાં આવેલ ફિલ્મોનું સ્ક્રિનીંગ યોજવામાં આવ્યું હતું, જેમાં માસમા પ્રાથમિક શાળાના શિક્ષક દ્વારા નિર્મિત ફિલ્મ " ખુશી" ને બેસ્ટ ફિલ્મ જાહેર કરવામાં આવી. આ ઉપરાંત આ ફિલ્મના નિર્દેશન માટે શાળાના શિક્ષક શ્રી બ્રિજેશકુમાર આઈ.પટેલને બેસ્ટ ડાયરેક્ટરનું સન્માન મળેલ છે.
 |
મહોત્સવમાં સંબોધન કરતા જી.આઈ.ઈ.ટી.ના નિયામકશ્રી ડૉ.ટી.એસ.જોષીસાહેબ |
 |
ફિલ્મ સ્ક્રિનીંગ દરમિયાન ફિલ્મના વિવિધ પાસાઓની ચર્ચા કરતા તજજ્ઞશ્રીઓ |
 |
ફિલ્મ મહોત્સવના પરિણામની જાણકારી આપતા જાણીતા અભિનેતા શ્રી કિરણભાઈ જોષી |
 |
જી.આઈ.ઈ.ટી.ના નાયબ નિયામકશ્રીના હ્સ્તે બેસ્ટ ફિલ્મ માટેનું સન્માન સ્વીકારતા શાળાના શિક્ષકશ્રી |
 |
મહાનુભાવના હસ્તે બેસ્ટ ડાયરેક્ટરનું સન્માન સ્વીકારતા શિક્ષકશ્રી |
 |
પ્રમાણપત્ર અને ટ્રોફી સાથે શિક્ષકશ્રી |