માસમા પ્રાથમિક શાળા આપનું હાર્દિક સ્વાગત કરે છે.....

Friday, December 26, 2014

વિવિધ શૈક્ષણિક સ્પર્ધાઓ



                                    જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, સુરત પ્રેરિત અને બ્લોક રિસોર્સ સેન્ટર ઓલપાડ આયોજીત વિવિધ શૈક્ષણિક સ્પર્ધાઓનું આયોજન માસમા પ્રાથમિક શાળા ખાતે રાખેલ હતું. જેમાં તાલુકાના સોળ ક્લસ્ટરના બાળકોએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે ધારાસભ્યશ્રી મુકેશભાઈ પટેલ, માજી ધારાસભ્યશ્રી બાલુભાઈ ડી.પટેલ, જિલ્લા પંચાયત સભ્યશ્રી વિનોદભાઈ પટેલ, સરપંચશ્રી પ્રકાશભાઈ પટેલ, લાઈફ મિશન ક્લબના જયેન્દ્રભાઈ દેસાઈ, મેગા સીટી ગૃપના બાબુભાઈ સવાણી તથા તાલીમ ભવનના પ્રતિનિધિ અને તાલુકા લાયઝન શ્રીમતિ હેમાબેન પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહેમાનોએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો. 

>> તાલુકા કક્ષાએ યોજાયેલ સ્પર્ધાઓ : 
               (1) સુલેખન સ્પર્ધા (ધોરણ 3 થી 5 અને ધો 6 થી 8) 
               (2) નિબંધ લેખન સ્પર્ધા (ધોરણ 3 થી 5 અને ધો 6 થી 8)
               (3) વકતૃત્વ સ્પર્ધા (ધોરણ 3 થી 5 અને ધો 6 થી 8)
               (4) નાટ્ય સ્પર્ધા (ધોરણ 6 થી 8)