તારીખ : 08/08/2014
વાર : શુક્રવાર
રક્ષાબંધન એટલે ભાઈ-બહેનના નિર્મળ પ્રેમનું પર્વ.માસમા પ્રાથમિક શાળા તથા માસમા કેંદ્રમાં સમાવિષ્ટ શાળા દ્વારા અનોખી રીતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી. સુરત પોલીસ કમિશ્નર કચેરી ખાતે ખૂબ જ ઉત્સાહિત વાતાવરણમાં આ તહેવારની ઉજવણી થઈ હતી. પોલીસ જવાનો પોતાના પારિવારીક જીવન તથા સામાજિક જીવનને ગૌણ બનાવી અહર્નિશ પોતાની ફરજ અદા કરે છે અને સાચા અર્થમાં સેવા, સુરક્ષા અને શાંતિના સુત્રને ચરિતાર્થ કરે છે. આથી માસમા ક્લસ્ટરની શાળાની બાળકીઓ દ્વારા પોલીસ જવાનોને રાખડી બાંધી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. સુરત શહેરના DCP શોભબેન ભૂતડા(IPS) દ્વારા બાળકોને પોલીસ કન્ટ્રોલ રૂમ થતા સમગ્ર દેશમાં પ્રથમ એવા સી.સી.ટી.વી, કેમેરા પ્રોજેક્ટની વિસ્તુત સમજ આપી હતી. જેમાં ગુના શોધન, અકસ્માત, ચોરી વગેરેમાં પોલીસ કામગીરીમાં તેની ઉપયોગીતા અંગે સુંદર જાણકારી આપી હતી.