Breaking News

અભિનંદન

અભિનંદન

                            
                             

                                                    ઓલપાડ તાલુકાના કર્મનિષ્ઠ શિક્ષક અને હાલ ઓલપાડ તાલુકાના બી.આર.સી. કો-ઑર્ડિનેટર તરીકે ફરજ બજાવતા અમારા સૌના માર્ગદર્શક એવા શ્રી કિરીટભાઈ જે. પટેલની સુરત જિલ્લા પ્રાથમિક સંઘના પ્રમુખ તરીકે બિન હરીફ વરણી થવા બદલ શાળા પરિવાર તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે.  તેમનામાં રહેલા નિયમિતતા, પ્રમાણિકતા, અને ધૈર્યતા જેવા સદગુણોને પારખી સુરત જિલ્લાના તમામ શિક્ષકોએ એમનામાં જે વિશ્વાસ મુક્યો છે તે પરીપૂર્ણ કરવાની શક્તિ પરમાત્મા પૂરી પાડે તેમજ શિક્ષક સમુદાયના પ્રશ્નોને વાચા આપી તેમના ઉત્થાનમાં સહાયક બને તેવી શુભકામનાઓ....... 

રક્ષાબંધન પર્વની ઉજવણી

                                                                                                                                   તારીખ : 08/08/2014
                                                                                                                                       વાર : શુક્રવાર


                                                                             રક્ષાબંધન એટલે ભાઈ-બહેનના નિર્મળ પ્રેમનું પર્વ.માસમા પ્રાથમિક શાળા તથા માસમા કેંદ્રમાં સમાવિષ્ટ શાળા દ્વારા અનોખી રીતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી. સુરત પોલીસ કમિશ્નર કચેરી ખાતે ખૂબ જ ઉત્સાહિત વાતાવરણમાં આ તહેવારની ઉજવણી થઈ હતી. પોલીસ જવાનો પોતાના પારિવારીક જીવન તથા સામાજિક જીવનને ગૌણ બનાવી  અહર્નિશ પોતાની ફરજ અદા કરે છે અને સાચા અર્થમાં સેવા, સુરક્ષા અને શાંતિના સુત્રને ચરિતાર્થ કરે છે. આથી માસમા ક્લસ્ટરની શાળાની બાળકીઓ દ્વારા પોલીસ જવાનોને રાખડી બાંધી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. સુરત શહેરના DCP શોભા ભૂતડા(IPS) દ્વારા બાળકોને પોલીસ કન્ટ્રોલ રૂમ થતા સમગ્ર દેશમાં પ્રથમ એવા સી.સી.ટી.વી. કેમેરા પ્રોજેક્ટની વિસ્તુત સમજ આપી હતી. જેમાં ગુના શોધન, અકસ્માત, ચોરી વગેરેમાં પોલીસ કામગીરીમાં તેની ઉપયોગીતા અંગે સુંદર જાણકારી આપી હતી.