SMC ની ભૂમિકા સંદર્ભે ડોક્યુમેન્ટરી ફિલ્મ નિમાર્ણ
RTE અંતર્ગત પ્રાથમિક શાળામાં SMC ની રચના કરવામાં આવે છે. શાળા વ્યવસ્થાપન સમિતિ શાળાના વિકાસ માટે ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. SMC સભ્યોને તેમની ભૂમિકા અને કાર્યોની વ્યવસ્થિત રીતે જાણકારી મળી રહે તે માટે આગામી દિવસોમાં તાલીમ યોજાનાર છે. જેના ભાગ રૂપે રાજયના શિક્ષણ વિભાગ, સર્વ શિક્ષા અભિયાન અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, સુરતના ઉપક્રમે ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવવામાં આવનાર છે. આ ડોક્યુમેન્ટરી સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાની કુદિયાણા પ્રાથમિક શાળા પર આધારીત છે. જેમાં વિવિધ એજન્ડાઓની ચર્ચા, લોકભાગીદારી, SMC ની સક્રિય ભૂમિકા, વાલી સહયોગ વગેરે મુદ્દાઓ વણી લેવામાં આવ્યા છે. આ ફિલ્મ નિર્માણનું કાર્ય ગુજરાત શૈક્ષણિક ટેકનોલોજી સંસ્થા (GIET) ના સહયોગ દ્વારા નિર્માણાધીન છે.આ ફિલ્મનું શૂટીંગ કુદિયાણા પ્રાથમિક શાળા તેમજ માસમા પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવેલ છે.
ફિલ્મના શૂટીંગનાં શ્રી ગણેશ કરતા BRC Co. શ્રી કિરિટભાઈ પટેલ તથા GIET ના ટેકનિશિયનો |
ટેકનિકલ ટીમ સાથે તાલુકાના શિક્ષકો |
GIET નાપ્રોડક્શન ડાયરેક્ટર-જાણીતા અભિનેતા શ્રી કિરણભાઈ જોષી, કેમેરામેન તથા પ્રોડક્શન આસીસ્ટન્ટ શ્રી પી.ભાવસાર સાહેબ |
શોટની ચર્ચા કરી રહેલા ટેકનિશિયન, ડાયરેક્ટર. |
દ્રશ્ય અને સંવાદની સમજ આપતા ડાયરેક્ટરશ્રી |
પ્રજ્ઞા વર્ગનું ફિલ્માંકન |
શાળા પુસ્તકાલયનું ફિલ્માંકન |
પ્રાર્થના સંમેલનનું ફિલ્માંકન |
પ્રાર્થના સંમેલનનું ફિલ્માંકન |
માસમા પ્રાથમિક શાળા ખાતે શાળાની ભૌતિક સુવિધાઓનું ફિલ્માંકન |

માસમા પ્રાથમિક શાળા ખાતે શાળાના શિક્ષણકાર્યનું ફિલ્માંકન |
માસમા પ્રાથમિક શાળા ખાતે શાળાના શિક્ષણકાર્યનું ફિલ્માંકન |
કુદિયાણા પ્રાથમિક શાળા ખાતે ફિલ્માંકન |