માસમા પ્રાથમિક શાળા આપનું હાર્દિક સ્વાગત કરે છે.......

Wednesday, March 12, 2014

મોડેલ સ્કૂલ શુભારંભ



                                   શિક્ષણએ આજીવન ચાલતી પ્રક્રિયા છે. રાષ્ટ્રના વિકાસ અને ઉત્થાન માટે શિક્ષણ ખૂબ અગત્યનું છે. એમાંય પ્રાથમિક શિક્ષણએ પાયાનું પરિબળ છે. ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણને સબળ અને સમૃદ્ધ બનાવવા માટે સરકારશ્રી દ્વારા અનેક પ્રયાસો થઈ રહ્યા છે. લોકભાગીદારી  દ્વારા શિક્ષણને સશક્ત બનાવવાની માનનીય મુખ્ય મંત્રીશ્રીની નેમ રહેલી છે. 

                                 જે અંતર્ગત સુરત જિલ્લામાં મોડેલ સ્કૂલ  પ્રોગ્રામ અંતર્ગત શાળાઓને દત્તક લેવડાવી શાળા અને શિક્ષણ સુધારણાનું કાર્ય ઉપાડેલ છે. માસમા પ્રાથમિક શાળામાં શ્રી લાલજીભાઈ પટેલ તથા પદ્મશ્રી મથુરભાઈ સવાણી (મેગાસીટી ગૃપ) ના સહયોગથી વિવિધ સવલતો પૂરી પાડી શાળાને નંદનવન બનાવવામાં આવી છે.  

                                    મોડેલ સ્કૂલ માસમાનું શુભારંભ કાર્યક્રમ તારીખ: 07/02/2014 ના રોજ માનનીય મહેસૂલ મંત્રી શ્રીમતિ આનંદીબેન પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ પ્રસંગે શાળાને દત્તક લઈ વિકાસના પંથે લઈ જનાર દાતાશ્રીઓનું માનનીય મંત્રીશ્રી દ્વારા તથા માસમા ગ્રામજનો દ્વારા શાલ, મોમેન્ટો અને સન્માન પત્ર વડે સન્માન કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે સુરત સંસદ સભ્યશ્રી દર્શનાબેન, નવસારીના સંસદ સભ્યશ્રી સી.આર.પાટીલ, ઓલપાડના ધારાસભ્યશ્રી તેમજ અન્ય ધારાસભ્યોશ્રીઓ તેમજ અન્ય મહાનુભાવો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. 


કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય કરતાં માનનીય મંત્રીશ્રી તથા અન્ય મહાનુભાવો

પ્રાર્થના રજૂ કરતી શાળાની બાળાઓ


શુભારંભ પ્રસંગે ઉપસ્થિત મહેમાનો, શિક્ષકો, વાલીઓ, દાતાશ્રીઓ વગેરે....


સ્વાગત પ્રવચન કરતાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી

આમંત્રિત મહેમાનોનું પુષ્પ વડે સ્વાગત કરતી શાળાની બાળાઓ

મોડેલ સ્કૂલ નિર્માણનું પ્રેઝેન્ટેશન અને ફિલ્મ નિહાળતાં માનનીય મંત્રીશ્રી તથા અન્ય મહાનુભાવો


દાતાશ્રીનું સન્માન કરતાં માનનીય મંત્રીશ્રી

દાતાશ્રીનું સન્માન કરતાં માનનીય મંત્રીશ્રી



દાતાશ્રીનું સન્માન કરતાં માસમા ગામના સરપંચ તથા સુરત જિ.પં. સભ્યશ્રી 

 

શાળામાં ઉપલબ્ધ સુવિધાઓ 

 













મોડેલ સકૂલ પ્રોગ્રામનું પ્રેઝેન્ટેશન જોવા માટે ક્લીક કરો.  >> Model School Program.