Breaking News

અભિનંદનપરિચય

               
                                    મૂળ સૌરાષ્ટ્ર્ના વતની અને સુરતને પોતાની કર્મભૂમિ બનાવનાર શ્રી મથુરભાઈ સવાણી સમાજસેવાના ક્ષેત્રે આગવું સ્થાન ધરાવે છે. સૌરાષ્ટ્ર્ની ધરતીને સૌરાષ્ટ્ર જલધારા ટ્ર્સ્ટ થકી તૃપ્ત કરી જળસંચય ક્ષેત્રે તેમજ બેટી બચાવો અભિયાનને વેગવંતુ બનાવવામાં  તેમનું મહત્વનું યોગદાન રહ્યું છે. તેઓ અનેક સામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે. "બહુજન હિતાય, બહુજન સુખાય" ના સૂત્રને યથાર્થ કરનાર શ્રી મથુરભાઈ સવાણીને ભારતવર્ષના ગૌરવશાળી સન્માન એવા પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે, જે બદલ શાળા પરિવાર માસમા, તા: ઓલપાડ, જી: સુરત એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે. અમારી શાળાના વિકાસમાં આપનું વિશેષ યોગદાન રહ્યું છે. આપ હરહંમેશ સામાજસેવાના ક્ષેત્રે પોતાનું યોગદાન આપતા રહો એવી અંત:કરણથી શુભેચ્છાઓ...... 

મોડેલ સ્કૂલ પ્રોગ્રામ અંતર્ગત શાળા મુલાકાત

તારીખ : 24/01/2014


                                   સુરત જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શન અને દેખરેખ હેઠળ સામુદાયિક ભાગીદારી દ્વારા પસંદ કરેલ પ્રાથમિક શાળામાં નાવિન્યીકરણ કાર્યક્રમ ચાલી રહેલ છે. આ કાર્યક્રમ અંતર્ગત સુરત જિલ્લા કલેક્ટરશ્રી જયપ્રકાશ શિવહરે સાહેબ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી તથા તાલુકા વિકાસ અધિકારીશ્રીએ આજરોજ શાળાની મુલાકાત લીધેલ હતી. અમારી શાળાને મેગા સીટી ગૃપ દ્વારા દત્તક લેવામાં આવી છે. તેમના દ્વારા થયેલ કામગીરીની સમીક્ષાત્મક મુલાકાત માનનીય કલેક્ટરશ્રી દ્વારા લેવામાં આવેલ હતી. દાતા દ્વારા થયેલ કામગીરીને જોઈ દાતાશ્રી તથા શાળા પરિવારને ઉત્તમ કામગીરી બદલ અભિનંદન આપ્યા હતા. શાળાની માળખાકીય સુવિધાઓ અંગે શિક્ષકો સાથે ચર્ચા કરી, ઉપલબ્ધ માળખાકિય સુવિધાઓનો ઉપયોગ કરી શિક્ષણની ગુણવત્તા સુધારણા પર વિશેષ ધ્યાન આપવા માટે જણાવ્યું હતુ.

 

Language Quiz

Language Quiz

તારીખ : 23/01/2014

                                               બ્લોક રીસોર્સ સેન્ટર ઓલપાડ પ્રેરિત અને ક્લસ્ટર રીસોર્સ સેન્ટર માસમા આયોજીત Language Quiz માસમા પ્રાથમિક શાળા ખાતે યોજાઈ હતી. જેમાં ક્લસ્ટરની ધોરણ 6 થી 8 ની શાળાના બાળકોએ ભાગ લીધો હતો. ગુજારાતી, અંગ્રેજી, હિન્દી, સંસ્કૃત એમ ચાર ભાષાના કુલ 50 MCQ પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ક્લસ્ટર કક્ષાએ વિજેતા બાળકો તારીખ:27/01/2014 ના રોજ યોજાનાર તાલુકા કક્ષાની Language Quiz માં ભાગ લેશે.


વિવિધ સ્પર્ધાઓ

ક્લસ્ટર કક્ષાએ વિવિધ સ્પર્ધાઓનું આયોજન 

 

                                        માસમા ક્લસ્ટરમાં સમાવિષ્ટ દસ શાળાના વિદ્યાર્થીઓ માટે ક્લસ્ટર કક્ષાએ વિવિધ સ્પર્ધાઓનું જિલ્લા શિક્ષણ અને તાલિમ ભવન, સુરતની પ્રેરણાથી આયોજન થયું હતુ. આ સ્પર્ધાઓ ધોરણ 3 થી 5 અને ધોરણ 6 થી 8 એમ બે વિભાગમાં યોજાઈ હતી. જેમાં વકતૃત્વ સ્પર્ધા, નિબંધ લેખન, સુલેખન, નાટ્યીકરણ વગેરે સ્પર્ધાઓ રાખવામાં આવી હતી. આ પ્રસંગે તાલુકાના બી.આર.સી.કો-ઑ શ્રી કિરીટભાઈ પટેલ, મેગા સીટી ગૃપના બાબુભાઈ સવાણી, ક્લસ્ટરની શાળાના શિક્ષકો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ક્લસ્ટર કક્ષાએ વિજેતા બાળકો તાલુકા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે. 

 


 

પ્રજ્ઞાગીત : બનીએ પ્રજ્ઞાવાન

બનીએ પ્રજ્ઞાવાન


                                                        સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કીમ ક્લસ્ટરના સી.આર.સી. કો-ઑ દ્વારા લખાયેલ ગીત " બનીએ પ્રજ્ઞાવાન.."  સમગ્ર ગુજરાતમાં પ્રજ્ઞાગીત તરીકે ખ્યાતિ પામ્યું છે. આ સુંદર ગીતનો અમારી શાળાના ભાષા શિક્ષક દ્વારા વિડીયો તૈયાર કરવામાં આવ્યો છે. જે અહીં પ્રસ્તુત કરતા આનંદ અનુભવીએ છીએ. આભાર પ્રકાશભાઈ પરમાર સાહેબનો...  

 

 

 

પ્રજ્ઞાગીત : બનીએ પ્રજ્ઞાવાન 

પ્રજ્ઞાગીત : MP3 File

નવા વર્ષની ઉજવણી

GOOD BYE 2013..... WELCOME 2014

2014 ને આવકાર....

ડી.જે. ના તાલ સાથે પોતાની આવડતને દર્શાવી રહેલ બાળકો...

મન મૂકીને આનંદ માણતા બાળકો

મન મૂકીને આનંદ માણતા બાળકો

બાય બાય 2013