માસમા પ્રાથમિક શાળા આપનું હાર્દિક સ્વાગત કરે છે......

Tuesday, December 17, 2013

સરદાર બાળમેળો-2013


સરદાર બાળમેળો

                                      સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળા, માસમા, તા:ઓલપાડ, જી:સુરત માં તારીખ:13/12/2013 ના રોજ “સરદાર બાળમેળા”ની ઉજવણી કરવામાં આવી. આ બાળમેળાની ઉજવણી ભારતના લોહ પુરૂષ શ્રી સરદાર વલ્લભાઈ પટેલ ની પુણ્યતિથિ નિમિત્તે યોજાનાર “રન ફોર યુનિટી” ની થીમ પર આધારીત હતી. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં તેમજ આધુનિક ભારતના એકીકરણ અને ઘડતરમાં અમૂલ્ય યોગદાન આપનાર વલ્લભભાઈ પટેલના વ્યક્તિત્વ અને એમના સંદેશ બાળકો જાણે અને વિવિધ પ્રવૃત્તિઓ થકી તેમની સુષુપ્ત શક્તિઓનો વિકાસ થાય એ મુખ્ય હેતુ બાળમેળા પાછળનો રહેલો છે.

                                        આજ રોજ શાળામાં બાળમેળા અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવી. જેમાં ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8 એમ એ વિભાગમાં પ્રવૃત્તિઓ કરાવવામાં આવી. આ દિવસે ઓલપાડ તાલુકાના લાયઝન શ્રીમતિ હેમાબેન પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા.

બાળમેળા અંતર્ગત થયેલી પ્રવૃત્તિઓ : 

 ધોરણ : 1 થી 5

-  રંગ પૂરણી, ચીટકકામ કાગળ કામ,  અક્ષર લેખન ચિત્રકામ,  છાપકામ. 

 ધોરણ : 6 થી 8

-   વિવિધ જીવન કૌશલ્યના વિકાસ માટેની પ્રવૃત્તિઓ -   જેમકે,

-   ફ્યૂઝ બાંધવો, ખીલી ઠોકવી, શરીર સ્વચ્છતા સંબંધિત જાણકારી, વ્યસન મુક્તિ, કસરરત અને રમતનું મહત્વ, બસ, રેલવે અને ટીવીનું સમયપત્રક જોતા શીખવું વગેરે.

શાળાની મુલાકાતે આવેલ ડાયેટ, સુરતના હેમાબેન પંડ્યા. 

છાપકામની રંગીન પ્રવૃત્તિઓમાં મગ્ન બાળકો 

સ્ટેચ્યુ ઓફ યુનિટી 

બાળકો સાથે પ્રવૃત્તિમાં વ્યસ્ત શિક્ષકશ્રી 

સર્જનાત્મક પ્રવૃત્તિ કરી રહેલા બાળકો