Breaking News

ઓલપાડ તાલુકા કક્ષાનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન

                                            

                                                        સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત અને ઓલપાડ તાલુકામાં આવેલ પ્રાથમિક શાળાઓનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન પ્રાથમિક શાળા લવાછા ચોર્યાસી મુકામે યોજાયુ. આ પ્રસંગે ધારાસભ્યશ્રી, તાલુકા પંચાયત પ્રમુખશ્રી, જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા, તાલુકાના અન્ય અગ્રણીઓ, તાલીમ ભવન, સુરતના પ્રાચાર્યશ્રી, કેળવણી નીરીક્ષકશ્રી, બીટ નિરીક્ષકશ્રીઓ, સરપંચો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. અનોખી રીતે આ ગણિત-વિજ્ઞાન પ્રદર્શનને ખુલ્લુ મૂકવામાં આવ્યું હતુ. આ પ્રાદર્શનમાં વિવિધ પ્રકારની કૃતિઓ/મોડલ્સ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ.


 

 











મેથ્સ-સાયન્સ ક્વીઝ - ક્લસ્ટર કક્ષાએ

                                             

                                              આજ રોજ માસમા ક્લસ્ટરની ધોરણ 6 થી 8 ની શાળાના બાળકોની મેથ્સ-સાયન્સ ક્વીઝ રાખવામાં આવી હતી. શાળા કક્ષાની ક્વીઝમાં વિજેતા બાળકોએ આ ક્વીઝમાં ભાગ લીધો હતો. આ ક્વીઝમાં કેંદ્ર શાળા માસમા પ્રાથમિક શાળામાં રાખવામાં આવી હતી. તમામ શાળાના ગણિત-વિજ્ઞાનના શિક્ષકો તેમજ સી.આર.સી.કો.ઑ. ઉપસ્થિત રહ્યા હતા. ક્લસ્ટર કક્ષાની આ ક્વીઝમાં શેરડી પ્રા.શાળાના બાળકોએ પ્રથમ સ્થાન મેળવ્યું હતુ. આ બાળકો હવે તાલુકા કક્ષાએ માસમા ક્લસ્ટરનું પ્રતિનિધિત્વ કરશે.




 

મેથ્સ-સાયન્સ ક્વીઝ - શાળા કક્ષાએ

                                            


                                                બ્લોક રીસોર્સ સેન્ટર ઓલપાડ દ્વારા દર વર્ષે ગણિત-વિજ્ઞાનના વિષયોમાં વિદ્યાર્થીઓની રસ-રુચિ વધે તે હેતુસર  મેથ્સ-સાયન્સ ક્વીઝનું આયોજન કરવામાં આવે છે. જેમાં ધોરણ 6 થી 8 ના બાળકો ભાગ લે છે. આ ક્વીઝ સૌ પ્રથમ શાળા કક્ષાએ યોજાય છે. ત્યાર બાદ ક્લસ્ટર કક્ષાએ યોજાય છે અને છેવટે તાલુકા કક્ષાએ આ ક્વીઝ યોજાય છે. પ્રથમ બે ચરણમાં MCQ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે છે. આજ રોજ અમારી શાળામાં પ્રથમ ચરણની ક્વીઝ લેવામાં આવી હતી.