તારીખ :
20/07/2013
વાર
: શનિવાર
ગુરૂ પૂર્ણિમાની ઉજવણી
ગુરૂ ગોવિંદ દોનો ખડે, કિસકો લાગુ પાય,
બલિહારી ગુરૂ આપને ગોવિંદ દિયો બતાય.
આજરોજ ગુરૂ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. ગુરૂપૂર્ણિમા
એટલે ગુરૂના મહાત્મ્યનું પર્વ. આપણા જીવનને દિશા ચીંધનાર ગુરૂની પૂજા-અર્ચના
કરવાનો દિવસ એટલે ગુરૂ પૂર્ણિમા. શાળામાં વિદ્યાર્થીઓએ ગુરૂ પૂર્ણિમાની ઉજવણી
સુંદર રીતે કરી હતી. આ દિવસે બાળકોએ શાળાના તમામ શિક્ષકોને તિલક કરી તેમનું સન્માન
કર્યું હતુ. ઉપરાંત પોતે બનાવેલ પુષ્પગુચ્છ અર્પણ કરી શિક્ષકો પ્રત્યે પોતાનો
શિષ્યભાવ વ્યક્ત કર્યો હતો. પ્રાર્થના સંમેલનમાં બાળકોએ ગુરૂનો મહિમા વર્ણવતા
વક્તવ્યો આપ્યા હતા. આમ, સુંદર અને ભાવનામય વાતાવરણમાં
શાળામાં ગુરૂ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી.
 |
શાળાના મુખ્ય શિક્ષિકાબેનના આર્શીવાદ લેતી બાળા |