Breaking News

ગુરૂ પૂર્ણિમાની ઉજવણી


તારીખ : 20/07/2013
                                                                                   વાર : શનિવાર
                                                                               

 ગુરૂ પૂર્ણિમાની ઉજવણી


ગુરૂ ગોવિંદ દોનો ખડે, કિસકો લાગુ પાય,

બલિહારી ગુરૂ આપને ગોવિંદ દિયો બતાય.


 
                                            આજરોજ ગુરૂ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. ગુરૂપૂર્ણિમા એટલે ગુરૂના મહાત્મ્યનું પર્વ. આપણા જીવનને દિશા ચીંધનાર ગુરૂની પૂજા-અર્ચના કરવાનો દિવસ એટલે ગુરૂ પૂર્ણિમા. શાળામાં વિદ્યાર્થીઓએ ગુરૂ પૂર્ણિમાની ઉજવણી સુંદર રીતે કરી હતી. આ દિવસે બાળકોએ શાળાના તમામ શિક્ષકોને તિલક કરી તેમનું સન્માન કર્યું હતુ. ઉપરાંત પોતે બનાવેલ પુષ્પગુચ્છ અર્પણ કરી શિક્ષકો પ્રત્યે પોતાનો શિષ્યભાવ વ્યક્ત કર્યો હતો. પ્રાર્થના સંમેલનમાં બાળકોએ ગુરૂનો મહિમા વર્ણવતા વક્તવ્યો આપ્યા હતા. આમ, સુંદર અને ભાવનામય વાતાવરણમાં શાળામાં ગુરૂ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી.


શાળાના મુખ્ય શિક્ષિકાબેનના આર્શીવાદ લેતી બાળા
એસ.એમ.સી. મીટીંગ


શાળા વ્યવસ્થાપન સમિતિ


સંબોધન કરતા આચાર્યાશ્રી
                               
ઉપસ્થિત બી.આર.સી.કો-ઓ., બાલુભાઈ તથા બાબુભાઈ સવાણી                            આજ રોજ શાળામાં શાળા વ્યવસ્થાપન સમિતિઅની બેઠક બોલાવવામાં આવી હતી.  જેમાં સભ્યો ઉપરાંત ગામના આગેવાન અને માજી ધારાસભ્યશ્રી બાલુભાઈ ડી. પટેલ, તાલુકાના બી.આર.સી.કો-ઓ.શ્રી કિરીટભાઈ પટેલ, શાળાને દત્તક લેનાર શ્રી બાબુભાઈ સવાણી, ગામ પંચાયત સભ્યો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. શાળામાં રીનોવેશનની કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં અદ્યતન સેનીટેશન, શાળાનો મુખ્ય દરવાજો, શાળામાં બ્લોક બેસાડવા, શાળા બાગ, મધ્યાહન ભોજન માટે કીચન તથા બેઠક વ્યવ્સ્થા બનાવવા બાબતને લગતા નિર્ણયો લેવામાં આવ્યા. આવનારા દિવસોમાં શાળાને અત્યાધુનિક અને તમામ ભૌતિક સુવિધાઓથી પૂર્ણ બનવવા માટે સંકલ્ય કરવામાં આવ્યો.


માસમા પ્રાથમિક શાળા આપનું હાર્દિક સ્વાગત કરે છે......              

                 સતત વિકસતા વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં શિક્ષણની પ્રક્રિયામાં ટેકનોલોજીનો વિનિયોગ અનિવાર્ય થઈ પડે છે. શાળાની ગતિવિધિઓ અને વિકાસગાથાને વિશાળ સમુદાય સમક્ષ મૂકવાની ઇચ્છાઓને મૂર્તિમંત સ્વરૂપ આપી રહ્યા છીએ. શાળાની શૈક્ષણિક બાબતો, સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ, સમુદાયની સામેલગીરી વગેરેને લગતી વિગતો નિયમિતપણે અહીં પ્રસ્તુત કરવાનો પ્રયાસ રહેશે. શાળાના કાર્યની ગુણવત્તા સુધારણા માટેના આપના સૂચનો સદા આવકાર્ય છે.