Breaking News

સરદાર બાળમેળો-2013


સરદાર બાળમેળો

                                      સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળા, માસમા, તા:ઓલપાડ, જી:સુરત માં તારીખ:13/12/2013 ના રોજ “સરદાર બાળમેળા”ની ઉજવણી કરવામાં આવી. આ બાળમેળાની ઉજવણી ભારતના લોહ પુરૂષ શ્રી સરદાર વલ્લભાઈ પટેલ ની પુણ્યતિથિ નિમિત્તે યોજાનાર “રન ફોર યુનિટી” ની થીમ પર આધારીત હતી. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં તેમજ આધુનિક ભારતના એકીકરણ અને ઘડતરમાં અમૂલ્ય યોગદાન આપનાર વલ્લભભાઈ પટેલના વ્યક્તિત્વ અને એમના સંદેશ બાળકો જાણે અને વિવિધ પ્રવૃત્તિઓ થકી તેમની સુષુપ્ત શક્તિઓનો વિકાસ થાય એ મુખ્ય હેતુ બાળમેળા પાછળનો રહેલો છે.

                                        આજ રોજ શાળામાં બાળમેળા અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવી. જેમાં ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8 એમ એ વિભાગમાં પ્રવૃત્તિઓ કરાવવામાં આવી. આ દિવસે ઓલપાડ તાલુકાના લાયઝન શ્રીમતિ હેમાબેન પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા.

બાળમેળા અંતર્ગત થયેલી પ્રવૃત્તિઓ : 

 ધોરણ : 1 થી 5

-  રંગ પૂરણી, ચીટકકામ કાગળ કામ,  અક્ષર લેખન ચિત્રકામ,  છાપકામ. 

 ધોરણ : 6 થી 8

-   વિવિધ જીવન કૌશલ્યના વિકાસ માટેની પ્રવૃત્તિઓ -   જેમકે,

-   ફ્યૂઝ બાંધવો, ખીલી ઠોકવી, શરીર સ્વચ્છતા સંબંધિત જાણકારી, વ્યસન મુક્તિ, કસરરત અને રમતનું મહત્વ, બસ, રેલવે અને ટીવીનું સમયપત્રક જોતા શીખવું વગેરે.

શાળાની મુલાકાતે આવેલ ડાયેટ, સુરતના હેમાબેન પંડ્યા. 

છાપકામની રંગીન પ્રવૃત્તિઓમાં મગ્ન બાળકો 

સ્ટેચ્યુ ઓફ યુનિટી 

બાળકો સાથે પ્રવૃત્તિમાં વ્યસ્ત શિક્ષકશ્રી 

સર્જનાત્મક પ્રવૃત્તિ કરી રહેલા બાળકો 

દિવાળી કાર્ડ સ્પર્ધા

Greeting Card Competition


                               
                                         દિવાળી એટલે પ્રકાશનું પર્વ. નવા વર્ષને આવકારવાનો ઉમંગ સૌ કોઈને હોય છે. શુભેચ્છા આપવા માટે દિવાળી કાર્ડ ઉપયોગ કરીએ છીએ. વર્તમાન સમયમાં ટેકનોલોજીએ આ બાબતમાં બદલાવ જરૂર આણ્યો છે. પરંતુ પોતે તૈયાર કરેલ શુભેચ્છા કાર્ડમાં લાગણીઓ પ્રતિબિંબિત થતી હોય છે. આમારી શાળાના બાળકો માટે આ આનંદન પર્વની ઉજવણીના ભાગરૂપે દિવાળી કાર્ડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. બાળકોએ પોતાની કલ્પનાને અનુરૂપ નીતનવાં કાર્ડ બનાવ્યા હતા. આ માટે બાળકોને જૂની કંકોતરી, આમંત્રણ પત્રિકા વગેરે આપવામાં આવ્યા હતા. વેસ્ટમાંથી બેસ્ટની થીમ પર આ સ્પર્ધા યોજવામાં આવી હતી. 

પોતાના કાર્યમાં વ્યસ્ત વિદ્યાર્થી

વેસ્ટમાંથી બેસ્ટપોતાની કલ્પનાને કાગળ પર કંડારી રહેલ બાળક
સ્પર્ધાના વિજેતા બાળકોઓલપાડ તાલુકા કક્ષાનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન

                                            

                                                        સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત અને ઓલપાડ તાલુકામાં આવેલ પ્રાથમિક શાળાઓનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન પ્રાથમિક શાળા લવાછા ચોર્યાસી મુકામે યોજાયુ. આ પ્રસંગે ધારાસભ્યશ્રી, તાલુકા પંચાયત પ્રમુખશ્રી, જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા, તાલુકાના અન્ય અગ્રણીઓ, તાલીમ ભવન, સુરતના પ્રાચાર્યશ્રી, કેળવણી નીરીક્ષકશ્રી, બીટ નિરીક્ષકશ્રીઓ, સરપંચો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. અનોખી રીતે આ ગણિત-વિજ્ઞાન પ્રદર્શનને ખુલ્લુ મૂકવામાં આવ્યું હતુ. આ પ્રાદર્શનમાં વિવિધ પ્રકારની કૃતિઓ/મોડલ્સ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ.


 

 મેથ્સ-સાયન્સ ક્વીઝ - ક્લસ્ટર કક્ષાએ

                                             

                                              આજ રોજ માસમા ક્લસ્ટરની ધોરણ 6 થી 8 ની શાળાના બાળકોની મેથ્સ-સાયન્સ ક્વીઝ રાખવામાં આવી હતી. શાળા કક્ષાની ક્વીઝમાં વિજેતા બાળકોએ આ ક્વીઝમાં ભાગ લીધો હતો. આ ક્વીઝમાં કેંદ્ર શાળા માસમા પ્રાથમિક શાળામાં રાખવામાં આવી હતી. તમામ શાળાના ગણિત-વિજ્ઞાનના શિક્ષકો તેમજ સી.આર.સી.કો.ઑ. ઉપસ્થિત રહ્યા હતા. ક્લસ્ટર કક્ષાની આ ક્વીઝમાં શેરડી પ્રા.શાળાના બાળકોએ પ્રથમ સ્થાન મેળવ્યું હતુ. આ બાળકો હવે તાલુકા કક્ષાએ માસમા ક્લસ્ટરનું પ્રતિનિધિત્વ કરશે.
 

મેથ્સ-સાયન્સ ક્વીઝ - શાળા કક્ષાએ

                                            


                                                બ્લોક રીસોર્સ સેન્ટર ઓલપાડ દ્વારા દર વર્ષે ગણિત-વિજ્ઞાનના વિષયોમાં વિદ્યાર્થીઓની રસ-રુચિ વધે તે હેતુસર  મેથ્સ-સાયન્સ ક્વીઝનું આયોજન કરવામાં આવે છે. જેમાં ધોરણ 6 થી 8 ના બાળકો ભાગ લે છે. આ ક્વીઝ સૌ પ્રથમ શાળા કક્ષાએ યોજાય છે. ત્યાર બાદ ક્લસ્ટર કક્ષાએ યોજાય છે અને છેવટે તાલુકા કક્ષાએ આ ક્વીઝ યોજાય છે. પ્રથમ બે ચરણમાં MCQ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે છે. આજ રોજ અમારી શાળામાં પ્રથમ ચરણની ક્વીઝ લેવામાં આવી હતી.રક્ષાબંધન પર્વની ઉજવણી

રક્ષાબંધન પર્વ

              ભાઈ-બહેનના સ્નેહના પર્વ રક્ષાબંધનની શાળામાં ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી. શાળાની બાળાઓએ વિદ્યાર્થી ભાઈઓને રાખડી બાંધી આ પર્વની ઉજવણી કરી હતી. શાળાના પ્રાર્થના સંમેલનમાં આ ઉજવણી કરવામાં આવી હતી. એક અનોખા સ્નેહભર્યા વાતાવરણમાં આ શુભ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પર્વની ક્ષણોની અહિં તસવીર પ્રગટ કરેલ છે.......


સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી

પ્રભાતફેરી

પ્રભાતફેરી વખતે....

ધ્વજવંદન વિધી.........

રાષ્ટ્રધ્વજને સલામી....

લહેરાતો તિરંગો........

ઉપસ્થિત મહાનુભાવો

રાષ્ટ્રગીતનું ગાન

શાળાના બાળકો


                                 ભારતવર્ષના 67 માં સ્વાતંત્ર્ય પર્વની શાળામાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. આ શુભ દિને શાળાના બાળકો-શિક્ષકોએ ગામની અંદર બેંન્ડ અને નારાઓ તથા દેશભક્તિના ગીતો સાથે રેલી કાઢી હતી. જેમાં વાલીઓ અને ગ્રામજનો પણ જોડાયા હતા.  ત્યાર બાદ શાળામાં ગામના સરપંચશ્રી તથા શાળાને દત્તક લેનાર શ્રી બાબુભાઈ સવાણીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. આ પ્રસંગે સુરત જિલ્લા પંચાયતના સભ્યશ્રી  વિનોદભાઈ પટેલ, સી.આર.સી.કો.ઓ., ગ્રામ પંચાયત્ના સભ્યો, વાલીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી.

પ્રથમ કદમ..........

વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં અત્યાધુનિક ટેકનોલોજીના ઉપયોગથી શિક્ષણ આપવાની દિશામા પ્રથમ કદમ સમાન.........મ્હેંદી સ્પર્ધાની ઉજવણી

અલુણા વ્રત્ત નિમિત્તે મ્હેંદી સ્પર્ધાગુરૂ પૂર્ણિમાની ઉજવણી


તારીખ : 20/07/2013
                                                                                   વાર : શનિવાર
                                                                               

 ગુરૂ પૂર્ણિમાની ઉજવણી


ગુરૂ ગોવિંદ દોનો ખડે, કિસકો લાગુ પાય,

બલિહારી ગુરૂ આપને ગોવિંદ દિયો બતાય.


 
                                            આજરોજ ગુરૂ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. ગુરૂપૂર્ણિમા એટલે ગુરૂના મહાત્મ્યનું પર્વ. આપણા જીવનને દિશા ચીંધનાર ગુરૂની પૂજા-અર્ચના કરવાનો દિવસ એટલે ગુરૂ પૂર્ણિમા. શાળામાં વિદ્યાર્થીઓએ ગુરૂ પૂર્ણિમાની ઉજવણી સુંદર રીતે કરી હતી. આ દિવસે બાળકોએ શાળાના તમામ શિક્ષકોને તિલક કરી તેમનું સન્માન કર્યું હતુ. ઉપરાંત પોતે બનાવેલ પુષ્પગુચ્છ અર્પણ કરી શિક્ષકો પ્રત્યે પોતાનો શિષ્યભાવ વ્યક્ત કર્યો હતો. પ્રાર્થના સંમેલનમાં બાળકોએ ગુરૂનો મહિમા વર્ણવતા વક્તવ્યો આપ્યા હતા. આમ, સુંદર અને ભાવનામય વાતાવરણમાં શાળામાં ગુરૂ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી.


શાળાના મુખ્ય શિક્ષિકાબેનના આર્શીવાદ લેતી બાળા
એસ.એમ.સી. મીટીંગ


શાળા વ્યવસ્થાપન સમિતિ


સંબોધન કરતા આચાર્યાશ્રી
                               
ઉપસ્થિત બી.આર.સી.કો-ઓ., બાલુભાઈ તથા બાબુભાઈ સવાણી                            આજ રોજ શાળામાં શાળા વ્યવસ્થાપન સમિતિઅની બેઠક બોલાવવામાં આવી હતી.  જેમાં સભ્યો ઉપરાંત ગામના આગેવાન અને માજી ધારાસભ્યશ્રી બાલુભાઈ ડી. પટેલ, તાલુકાના બી.આર.સી.કો-ઓ.શ્રી કિરીટભાઈ પટેલ, શાળાને દત્તક લેનાર શ્રી બાબુભાઈ સવાણી, ગામ પંચાયત સભ્યો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. શાળામાં રીનોવેશનની કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં અદ્યતન સેનીટેશન, શાળાનો મુખ્ય દરવાજો, શાળામાં બ્લોક બેસાડવા, શાળા બાગ, મધ્યાહન ભોજન માટે કીચન તથા બેઠક વ્યવ્સ્થા બનાવવા બાબતને લગતા નિર્ણયો લેવામાં આવ્યા. આવનારા દિવસોમાં શાળાને અત્યાધુનિક અને તમામ ભૌતિક સુવિધાઓથી પૂર્ણ બનવવા માટે સંકલ્ય કરવામાં આવ્યો.